ભારત આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ઉજવી રહ્યો છે તે પહેલા આજે 14 ઓગસ્ટ પાકિસ્તાનનું સ્વતંત્ર દિવસ છે. અંગ્રેજા પાસેથી આઝાદી મળ્યા બાદ ભારતમાં ભાગલા પડ્યા હતા જેમાં ભારતમાંથી એક દેશની રચના થઇ જેનું નામ પાકિસ્તાન છે જનું આજે 14 ઓગસ્ટ 1947 સ્વતંત્ર દિવસ છે. ત્યાર બાદ 15 ઓગસ્ટ એટલે ભારતનું સ્વતંત્ર દિવસ.
આઝાદી મળ્યા બાદ મુસ્લિમ લીગના વડા મોહંમદ અલી ઝીન્નાએ અલગ મુસ્લિમ રાષ્ટ્રની માગણી કરી હતી જેમા મુસ્લિમ રાષ્ટ્ર તરીકે પાકિસ્તાની રચના થઇ હતી આજે પાકિસ્તાન પોતના સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. 15 ઓગસ્ટે અંગ્રેજો સામે આઝાદી મળવા છતાં,ભારત કરતા પાકિસ્તાને એક દિવસ પહેલાં પોતાને આઝાદ જાહેર કર્યો. પાકિસ્તાનમાં 2-3 વર્ષ સુધી અસમંજસભરી પરિસ્થિતિ સર્જાઈ હતી પાકિસ્તાનના, સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે કે, 15 ઓગસ્ટના રોજ. જિન્ના જીવિત રહ્યા ત્યાં સુધી પાકિસ્તાન 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરતું હતું
ત્યાર બાદ પાકિસ્તાને 14 ઓગસ્ટે પોતાના સ્વતંત્ર દિવસ તરીકે જાહેર કર્યુ અને અત્યાર સુધી આ દિવસે નિમિત્તે રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવામાં આવે છે