તા.૦૫/૦૭/૨૦૨૪ના રોજ ખાંભા તાલુકાની તમામ આશાવર્કર બહેનો દ્વારા પોતાની જૂની માંગ પૂરી ન થતાં આશાવર્કર બહેનો બહોળી સંખ્યામાં તાલુકા કક્ષા આજ રોજ એકઠા થઈ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તેમજ મામલતદાર ખાંભાના આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી હતી.

આશાવર્કર બહેનો ગ્રાઉન્ડ લેવલે સૌથી વધુ આરોગ્યલક્ષી કામગીરી કરતા હોવા છતાં પૂરતું વેતન મળતું ન હોઈ અને અધિકારીઓ દ્વારા સોપવામાં આવેલ ફિલ્ડ લેવલની તમામ માહિતી,સર્વે, PMVVY ની ઘરે ઘરે જઈ ડોક્યુંમેન્ટ લઈ ઓનલાઈન ની કામગીરી કરવા છતાં વેતન આપવામાં આવેલ નથી.આભા કાર્ડની કામગીરી,માતા મરણ, બાળ મરણ અટકાવવામાં મહત્વની કામગીરી કરનાર,રાષ્ટ્રીય તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ પોલિયો નાબૂદીમાં મહત્વનો ભાગ ભજવનાર તેમજ કોરોનામાં પોતાના જીવના જોખમે કામગીરી કરવા છતાં કોઈ વળતર ચુકવણું કરવામાં આવેલ ન હોઈ તેમજ મેલેરિયા, ડેગ્યું ના સર્વેમાં આખા મહિનાના માત્ર 200 રૂપિયા જેવી મામૂલી રકમ આપી આશા બહેનો સાથે જાણે મજાક કરવામાં આવતો હોઈ તેવું લાગી રહ્યું છે.6 મહિનાથી વધારે સમય થયો હોવા છતાં પગાર વધારો પણ આપવામાં આવેલ નથી. 

ઈન્સેન્ટીવ (વળતર)નો વધારો અપાયો ન હોવાની, ઈન્સેન્ટીવ તથા બીલોની રકમો દર મહિને નિયમિત ચૂકવાતી ન હોવાથી, ગુજરાત સરકાર દ્વારા શ્રમજીવીને મળતુ લઘુતમ વેતન પણ આપતી ન હોવાથી જ્યાં સુધી ઈન્સેન્ટીવ (વળતર)નો વધારો અને પગાર વધારો ચૂકવવામાં આવે અને ફિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જ્યાં સુધી માંગ પૂરી કરવામાં નહિ આવે ત્યાં સુધી ખાંભા તાલુકાની તમામ આશાવર્કર બહેનો તમામ પ્રકારની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. હતી.