ભરૂચના નિકોરા ફાર્મહાઉસમાં દારૂ પી ગયા બાદ ભાજપના ચાર ઈસમો નગ્ન થઈ કોન્ડોમ વગરજ મહિલાઓ સાથે સેક્સ માણ્યું હોવાના લેટર બોમ્બમાં ધડાકો થયા બાદ લોકોમાં હવે આ મામલે પોલીસના સૂચક મૌન અંગે સવાલો ઉઠાવી રહયા છે એટલું જ નહીં પણ લેટર વાયરલ થઈ રહયા છે તે અંગે પણ કોઈ તપાસ નહિ કરતા ભારે સસ્પેન્સ ઉભું થયુ છે.
ભરૂચના ભાજપના હોદ્દેદારોના નામજોગ વાયરલ લેટર મામલે તેમજ મહિલાઓ ક્યા ક્યા વોર્ડની હતી તે પણ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પોલીસે આ દિશામાં તપાસ કરી મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ સાચી વાત લાવી અગર જો આ વાત સાચી છે તો જવાબદાર ઈસમો સામે કડક કાર્યવાહી કરી પીડિત મહિલાઓને ન્યાય આપવા જેવી કાર્યવાહી કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે.
ફાર્મ હાઉસમાં દારૂ પીવો અને મહિલાઓ સાથે સેક્સ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયાના ગંભીર આરોપો હોવાછતાં પોલીસનું ભેદી મૌન લોકોને અકળાવી રહ્યું છે.
સેક્સ વખતે દારૂ ઢીંચી ગયેલા નેતાઓ એ કોન્ડોમ વગરજ ગંદુ કામ કરતા એક મહિલા ગાયનેક પાસે પણ ગઈ હતી અને દવા લીધી હોવાનો ઉલ્લેખ કરાયો છે આ ગાયનેક તબિબે રૂ.5 હજારનો ખર્ચ કીધો હોવાની વાત પણ છે તો આ બધા પુરાવા એકત્ર કરી ફાર્મ હાઉસના માલિક સહિત જવાબદાર લોકો સામે કેમ પગલાં ભરવામાં આવતા નથી તે માટે ચર્ચાઓ ઉઠી રહી છે.
નેતાઓ આ મહિલાઓને ફાર્મમાં લઈ ગયા દારૂ પીધો મરઘી ખાધી અને કુલ ત્રણ મહિલા પૈકી બે સાથે કોન્ડોમ વગર સેક્સ કર્યું અને ત્રીજી મહિલાને માર માર્યો આ બધી
ભાજપના હોદ્દેદારોની નીચ કક્ષાની આ હરક્તનું વર્ણન લેટરમાં કરવામાં આવી રહ્યું હોય ભાજપની છબી ખરાબ થઈ રહી હોવાછતાં પણ પ્રદેશ કક્ષાએથી જવાબદારો સામે તપાસ કરી પગલાં ભરવામાં નહિ આવતા હવે સ્થાનિક વિસ્તારમાં આ પ્રકરણ લાગવગના કારણે દબાવી દેવામાં આવ્યું અંગે અટકળો વહેતી થઈ છે.
ફાર્મ હાઉસમાં દારૂ,મટન અને સેક્સ મામલે આ લેટર કોણ વાઇરલ કરે છે આ કોણ મહિલાઓ છે કે કોઈ રાજકારણીનો હાથ છે વગરે બાબતે પોલીસ લેટર અંગે તપાસ કરેતો દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે.