ભરૂચમાં ભાજપના હોદ્દેદારોના નામ સહિતનો લેટર કાંડ યથાવત રહ્યો છે વધુ એક લેટર વાયરલ થયો છે જેમાં મહિલાઓ ક્યા ક્યા વોર્ડની હતી તે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સેક્સ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ છે.
સેક્સ વખતે દારૂ ઢીંચી ગયેલા નેતાઓ એ કોન્ડોમ વગરજ ગંદુ કામ કરતા એક મહિલા ગાયનેક પાસે પણ ગઈ હતી અને દવા લીધી હોવાનો ઉલ્લેખ કરાયો છે.
અહીં કુલ ત્રણ મહિલા લાવવામાં આવી હતી પણ ત્રીજી મહિલા સાથે જબરજસ્તી કરી પણ ફાવટ નહિ આવતા તેણીને માર મારવામાં આવ્યો હોવાની વાત પણ લેટરમાં કરવામાં આવી છે.
ભાજપના હોદ્દેદારોની નીચ કક્ષાની આ હરક્તને કારણે ભાજપમાં હવે કામ કરવું મહિલાઓ માટે સ્થિતિ કફોડી બની છે અને લેટર બોમ્બને કારણે ભાજપની છબી ખરાબ થઈ રહી છે.

નવાઈની વાતતો એ છે કે ભરૂચમાં ભાજપમાં લેટર કાંડ મામલે કોઈ કાર્યવાહી ન કરતા ભાજપના હોદ્દેદારો હવામાં ઉડી રહ્યા છે.

અઢી પાનાનો ત્રીજો લેટર કાંડ એક મહિલાને આપઘાત કરવા મજબૂર કરી શકે તેવો હોવાનું કહેવાય છે.
આ કાંડ જ્યાં થયો તે નિકોરા ફાર્મ હાઉસના વોચમેન અને માલિકના નિવેદનો લેવામાં આવેતો તેનો ખુલાસો થઇ શકે તેમ હોવાનું પણ જણાવાયુ છે.
ફિલ્મોમાં જે રીતે વિલન નેતાઓ બતાવવામાં આવે છે તે રીતે આખી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ પંથક માં લેટર કાંડને લઈ ભાજપના ચાર ઈસમો ભારે ચર્ચાસ્પદ બન્યા છે અને તેઓ સામે હજુસુધી કોઈ પગલાં નહિ ભરાતા ભારે ચર્ચાઓ ઉઠી છે અને ફાર્મ હાઉસમાં કથિત શરાબ-કબાબ અને સેક્સ માણનાર આ શોખીન નેતાઓ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચામાં આવ્યા છે અને જો સત્ય હોયતો બન્ને એંગલ થી તપાસ થાય તે જરૂરી બન્યું છે.