રાજ્યમાં સાયબર ગુનાઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. હવે રાજ્યના ગામડાઓમાં છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ અને CID ક્રાઈમ બ્રાન્ચે રાજ્યવ્યાપી ફ્રોડ ગેંગની ધરપકડ કરી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજ્યના ગામડાઓમાં રહેતા લોકોને નિશાન બનાવતા હતા. મળતી માહિતી મુજબ બંને આરોપીઓની સુરત અને અમરેલીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મળતી માહિતી મુજબ, આરોપીઓ ઓર્બિટ કન્સલ્ટન્સીના ખોટા નામથી ગામના લોકોને છેતરતા હતા. તેઓ લોકોને બેંક મિત્રો અને વિદ્યાર્થીઓને લેપટોપ સાથે મદદ કરવા કહેતા ફોર્મ ભરતા હતા. તેઓ ફોર્મ સાથે લોકો પાસેથી 210 અને 560 રૂપિયા વસૂલતા હતા. તેમજ લેપટોપ પર આપવામાં આવેલા જીઆર સ્કેન કોડથી પણ છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ટોળકીએ 222 ટ્રાન્ઝેક્શન કરીને 6 લાખ 78 હજારથી વધુની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓ વિપુલ બોરસાણિયા અને પીયૂષ ગોલ વિરુદ્ધ IPCની કલમ 406, 419, 420 અને 120 (b) અને IT એક્ટની કલમ 66 (d) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આ ટોળકીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે અને કેટલી જગ્યાએ આવી છેતરપિંડી આચરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિપુલ સામે અત્યાર સુધીમાં 5થી વધુ ગુના નોંધાયેલા છે. જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ આ ગુનાઓ બન્યા હોવાનું જાણવા મળે છે.