પાવીજેતપુર તાલુકાની કરાલી હાઈસ્કુલમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજાઈ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર તાલુકાની કરાલી હાઈસ્કૂલમાં જીએસ, એલ આર અને ક્લાસ મોનિટરની લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી.
પાવીજેતપુર તાલુકાના કરાલી ગામે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કુલમા વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયાથી સજા થાય તે હેતુથી લોકશાહી પદ્ધતિથી એલ.આર, જી.એસ અને ક્લાસ મોનિટરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શાળાનાં ધોરણ ૯-૧૦ નાં કુલ ૫૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં જી.એસ તરીકે કોલિઢોર સ્મિતકુમાર ધર્મેન્દ્રભાઈ ,તડવી ધવલકુમાર વિનોદભાઈ,એલ.આર તરીકે તડવી વિલાસબેન સુભાષભાઈ, વણકર તૃપ્તિબેન કમલેશભાઈ મોનિટર માટે ધોરણ-૧૦ માં રાઠવા જયરાજભાઈ નિતેશભાઈ, કોલીઢોર જાનવીબેન વિનોદભાઈ થતાં ધોરણ-૯ માં રાઠવા જયેન્દ્રભાઈ શૈલેષભાઈ ,રાઠવા શિવાંગીબેન સુરેન્દ્રભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી.
એક વર્ગખંડમાં મત આપવાની ગુપ્ત જગ્યાએ એક ચબરખીમાં ઉમેદવારનું નામ લખીને મતપેટીમાં નાખવામાં આવી હતી. મતદાન કરેલ વિદ્યાર્થીઓને આંગળી પર શાહીનું ટપકું કરી રંગવામાં આવ્યું હતું. જે રીતે રેગ્યુલર ચૂંટણી યોજાય છે તે જ પ્રમાણે યોજવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરવાજા ઉપર દોરી બાંધી અંદર જવાનો તેમજ બહાર જવાના બે અલગ અલગ રસ્તા પણ કરવામાં આવ્યા હતા. મતદાન પૂર્ણ થયાં બાદ મત ગણતરી કરવામાં આવતાં જી.એસ તરીકે કોલીઢોર સ્મિતકુમાર ધર્મેન્દ્રભાઈ , એલ.આર તરીકે તડવી વિલાસબેન સુભાષભાઈ અને મોનીટરમાં ધોરણ-૯ માં રાઠવા જયેન્દ્રભાઈ શૈલેષભાઈ ધોરણ-૧૦માં રાઠવા જયરાજભાઈ નિતેશભાઈનો વિજય થયો હતો. શાળાના આચાર્ય વિપુલભાઇ રાઠવાએ વિજેતા પામેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. આ લોકશાહીનાં પર્વનું આયોજન શાળાનાં શિક્ષક ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. અંતમાં તમામ વિદ્યાર્થીઓએ તિથિ ભોજન લીધું હતું.
આમ, પાવીજેતપુર તાલુકાની કરાલી હાઈસ્કૂલના બાળકો ચૂંટણી અંગે સંપૂર્ણપણે સજાગ થાય તે આશયથી તે જ પ્રમાણે લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.