ડીસાના ઝેરડા કેદારનગર ત્રણ રસ્તાના નાળા પાસે બાઇક ચાલક મિત્ર સાથે ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે અજાણ્યાં વાહને બાઈકને ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં બંને યુવકોનું ઘટનાસ્થળે મોત થયું હતુ.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

ડીસાના ઝેરડાના કેદારનગર ખાતે રહેતા સબળસિંગ જેઠુસિંગ વાઘેલા રવિવારે સાંજે પોતાનું બાઈક નંબર જીજે-08-સીએન-5766 લઈને ગામનાં જ તેમના કુટુંબી વિક્રમસિંગ રણછોડસિંગ વાઘેલા સાથે ઝેરડા ગામમાંથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. અજાણ્યા વાહને ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. બાઇક ચાલક સબળસિંગ વાઘેલાને પગ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અને લોહી વહી રહ્યું હતું.

તથા વિક્રમસિંગને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેમને ખાનગી વાહન દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા .જ્યાં પીએમ રૂમમાં લાશ મૂકીને સબળસિંગ વાઘેલાનાં પુત્ર લેબસિંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશને અજાણ્યાં વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.