પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે બાતમી આધારે પાવીજેતપુર પોલીસે રેડ કરતા જુગાર રમતા ત્રણ જુગારીઓ પકડાઈ ગયા હતા. જ્યારે પોલીસને નિહાળી પાંચ જેટલા જુગારીઓ ભાગી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસને બાતમી મળી હતી કે ડુંગરવાંટ ગામે હાઇસ્કુલની પાછળ આવેલ ભાગ માં સુખી કોલોની ના જુના ખંડર હાલતમાં પડેલ મકાનમાં પત્તા પાનાનો જુગાર ચાલે છે જે આધારે પાવીજેતપુર પોલીસે પોતાના સ્ટાફ સાથે રેડ કરતા પોલીસને નિહાળી જુગાર રમતા જુગારીઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા તે દરમિયાન ત્રણ જુગારીઓ અમિશભાઈ ઉર્ફે અંબુભાઈ શનાભાઈ રાઠવા રહે. ડુંગરવાંટ, દિલીપભાઈ સોનિયાભાઈ નાયકા રહે. પલસંડા, રાવજીભાઈ શનાભાઈ રાઠવા રહે. ડુંગરવાંટ, પકડાઈ ગયા હતા જ્યારે અન્ય પાંચ જુગારીઓ નાસી ગયા હતા. પકડાયેલા જુગારીઓને નાસી ગયેલા જુગારીઓ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ધર્મેશભાઈ ખોપરભાઈ રાઠવા રહે. ડુંગરવાંટ, ધર્મેશભાઈ નારણભાઈ રાઠવા રહે. ડુંગરવાંટ, બહાદુરભાઇ નારણભાઈ રાઠવા રહે. ડુંગરવાંટ, શૈલેષભાઈ રાઠવા રહે. ચિચોડ, નવલસિંગભાઈ રાઠવા રહે. પાલસંડા પોલીસને નિહાળી ભાગી ગયા હતા.
આમ, પાવીજેતપુર પોલીસે ત્રણ જુગારીઓને દાવ ઉપરના ૧૫૨૦/- રૂપિયા, અંગ જડતીના ૫૦૦૦/- રૂપિયા તેમજ મોબાઈલ નંગ ૩ ની કિંમત ૫૫૦૦/- મળી કુલ ૧૨,૦૨૦/- રૂપિયાના મુદ્દા માલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય પાંચ જુગારીઓ પોલીસને નિહાળી ભાગી ગયા હતા. જેની વધુ તપાસ પાવીજેતપુર પોલીસ ચલાવી રહી છે.