પાલનપુરના મડાણા-ગઢ ગામ નજીક આવેલા ખેતરમાં એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. સ્થાનિકો દ્વારા બનાવા અંગે ગઢ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.

પાલનપુર તાલુકાના મડાણા-ગઢ નજીક એક ખેતરમાં અજાણ્યા આધેડ વયના ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જોકે, ખેતરમાં અજાણ્યા આધેડની લાશ જોવા મળતા લોકોની ભીડ જામી હતી. સ્થાનિકો દ્વારા ગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે લાશનો કબ્જો મેળવી તેને પી.એમ. અર્થે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી અજાણ્યા મૃતકની ઓળખવિધિ કરવાની તજવીજ હાથ ધરી હતી. આધેડનું મોત ખેતરમાં ઉભેલા વીજપોલથી કરંટ લાગવાથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યાં બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.