ડીસા-પાટણ હાઈવે પર ડીસાના જૂનાડીસા ગામ પાસે ડિવાઇડર પર ટ્રેલર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ડિવાઈડરના બંને છેડે સાઈન બોર્ડ કે રેડિયમ પટ્ટાનો અભાવ હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા-પાટણ હાઈવે પર ડીસા તાલુકાના જૂનાડીસા ગામે રસ્તો ફોરલેન બનાવી રસ્તા વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિવાઈડર બનાવ્યા બાદ ડિવાઈડરના બંને છેડે કોઈ પ્રકારનું સાઈન બોર્ડ કે રેડિયમ પટ્ટા લગાવાયા નથી.
જેના કારણે ટુ લેન રોડ પરથી આવતા વાહનો સીધા જ ડિવાઈડર પર ચઢી જતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વારંવાર થતાં અકસ્માતોમાં અનેક વાહનચાલકોએ પોતાના જાન ગુમાવ્યા છે. જ્યારે અનેક વાહનચાલકોને ઈજા તેમજ વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયા છે.
ગ્રામજનો દ્વારા વારંવાર માર્ગ અને મકાન વિભાગને ડિવાઈડરના બંને છેડે સાઈન બોર્ડ કે રેડિયમ પટ્ટા લગાવવાની રજૂઆત કરાઈ છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજે વધુ એક ટ્રેલર ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરને મોટું નુકશાન થવા પામ્યું હતું.