ડીસામાં રહેતાં એક યુવકના ભાઇએ મોરબી ખાતે રીંકલબેન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. જેથી આ બાબતે યુવતીના સગાઓએ રીંકલબેનને પરત મેળવવા સારૂ આરોપીઓ એક સંપ થઇ કાયદા વિરૂધ્ધની મંડળી બનાવી ડીસા ધરતી રેસીડેન્સી ખાતે યુવકના ભાઇનું અપહરણ કરી રાજસ્થાન ખાતે કોઇ ફાર્મ હાઉસ ઉપર લઇ જઇ આરોપીઓએ ફરિયાદીને ગાડીમાં તથા ફાર્મ મૂઢમાર મારી જમણા હાથે ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી મોરબી લઇ જઇ અને મોરબીથી માળીયા હોનેસ્ટ હોટેલ આગળ લાવી નાખીને નાસી જઇ જતાં આ મામલે પીડીત યુવકે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

મૂળ ડીસાની ધરતી રેસીડેન્સી ખાતે રહેતાં મયંકભાઇ સુરેશભાઇ પટેલ પ્રાઇવેટ નોકરી કરી પરિવાર સાથે રહે છે. જોકે, તેમના નાના ભાઇ ક્ષિતિજ સુરેશભાઇ પટેલ મોરબી ખાતે રહે છે. જોકે, થોડા સમય અગાઉ ક્ષિતિજભાઇએ જેઓ ત્યાં રહેતી રીંકલબેન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યાં છે.

જોકે, આ લગ્ન યુવતીના પરિવારજનોને પસંદ ન હોઇ તે બાબતની અદાવત રાખી ગત તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ યુવતીના ભાઇ અને અન્ય માણસો ગાડીમાં બેસી સાંજના સુમારે ડીસા ખાતે ધરતી રેસીડેન્સીમાં રહેતાં યુવકમાં ભાઇ મયંકભાઇ ઘરે આવેલા તે વખતે મયંકભાઇ ઘર આગળ ખુલ્લી જગ્યામાં તેમના મિત્ર રોજયભાઇ ચંદુભાઇ ભાટી, આકાશ ચંદુભાઇ ભાટી અને ચંદ્રભાઇ ભાટી સાથે બેઠેલ હતા. અચાનક પાંચેક માણસો ત્યાં આવી અને તેમના ત્રણ માણસોએ મયંકભાઇને ઉપાડી સોસાયટીના ગેટ પાસે પડેલ કાલા કલરની ગાડીમાં નાખેલ અને આ આવેલ માણસો પૈકી અન્ય માણસો બીજી ગાડીમાં બેઠેલા અને ગાડી ચાલુ કરી રવાના થયેલા બાકીના માણસો ત્યાં પડેલ બીજી ગાડીમાં બેઠેલ આ ગાડી લઇ રાજસ્થાન ખાતે આવેલ ફાર્મ હાઉસ ઉપર લઇ ગયા હતા અને તે દરમિયાન અને આ લોકોએ રસ્તામાં અને ફાર્મ હાઉસ ઉપર લઇ જઇ રબ્બરના પટ્ટાથી તેમજ લોખંડની પાઇપથી મયંકભાઇને ગડદા પાટુનો આડેધડ માર માર્યો હતો અને આ માર મારતાં મયંકભાઇના જમણા હાથે ફ્રેકચર થયું હતું.

 તેમજ કમર તથા પીઠના ભાગે અંદરનો માર માર્યો હતો અને રાત્રિ દરમિયાન ફાર્મ હાઉસ ઉપર ગોંધી રાખ્યો હતો અને આ લોકોએ મયંકભાઇને કહેલ કે, તારો ભાઇ ક્ષિતીજે અમારી બેન રીંકલ સાથે પ્રેમ લગ્ન કર્યાં છે. તેમની ભાળ બતાવ નહી તો તને બંદૂકની ગોળીથી પતાવી દેશું તેવી ધમકીઓ આપી હતી. જોકે, આ બાબતે મયંકભાઇએ કહેલ કે, મારો ભાઇ અને રીંકલ ક્યા મને ખબર નથી અને બાદમાં તા.૨૩/૦૬/૨૦૨૪ ના રાત્રિના બે-ત્રણ વાગ્યે મને આ લોકો રાજસ્થાન ફાર્મ હાઉસથી ગાડીમાં મયંકભાઇને નાખી સીધા પાલનપુરથી મહેસાણા અને મહેસાણાથી મને મોરબી મચ્છુ નદીના કિનારે લઇ ગયા હતા અને તે પછી આ લોકો મયંકભાઇ માળીયા હોનેસ્ટ હોટલ આગળ ફેંકી નાસી ગયા હતા અને તે દરમિયાન આ લોકોએ મયંકભાઇનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. જેથી મયંકભાઇ અન્ય ફોન તેઓ તેમના સગાને અન્ય ફોનથી ફોન કરી તેમના સગાને મોરબી બોલાવેલા તેઓ મયંકભાઇને લઇ પ્રથમ મોરબી અને બાદમાં મોરબીથી ડીસા લઇ આવ્યા હતા. ડીસા ખાતે આવેલા વિશ્વાસ ઓર્થોપેડીક હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા.

જોકે, અપહરણકારોએ મયંકભાઇ ધમકી આપેલ કે તું પોલીસ ફરિયાદ કરીશ તો તારા માતા-પિતા તેમજ તારા નજીકના સગા-વ્હાલાઓને ઉપાડી લઇ જશું તેવી ધમકીઓ આપી હતી. જેથી તેવો ડરી ગયેલા બાદમાં તેઓ આ બાબતે વધુ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ આ બાબતે ડીસા દક્ષિણ પોલીસ મથકે વિશાલ પટેલ, આશિષ સેંગાણી, મુન્નાભાઇ પટેલ, ભાવેશ, ઉત્તમ, (તમામ રહે. મોરબીવાળા) સામે ફરિયાદ નોંધાવતાં દક્ષિણ પોલીસે મયંકભાઇ સુરેશભાઇ પટેલની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.