ડીસા તાલુકાની ધાનપુરા દૂધ મંડળીના મંત્રી દ્વારા નાણાકીય ગેરરીતિઓ આચરી રૂપિયા 29.28 લાખ ઉપરાંત ઉચાપત કરાઈ હોવાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ધાનપુરા ગામે આવેલી ધી.ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે ગણપતભાઈ ડાયાભાઈ દેસાઈ મકવાણા (રહે. ધાનપુરા) ફરજ બજાવે છે. જેમાં ધાનપુરા દૂધ મંડળીના ગ્રાહકોને મંત્રી દ્વારા તા. 16 /10/ 2023 થી તા. 31/10/ 2024 સુધી તેમજ તા. 1/11/2023 થી તા. 30/11/23 સુધીના સમયગાળાનો દૂધનો પગાર ચૂકવવામાં આવ્યો ન હતો.
જેથી મંડળીના ગ્રાહકોએ ચેરમેનને રજૂઆત કરતા ચેરમેનને વહીવટી કમિટી બોલાવી હતી અને મંત્રી ગણપતભાઈ પાસે મંડળીનું રેકોર્ડ તથા હિસાબ માંગવામાં આવતા તેઓએ હિસાબ રજૂ કર્યો ન હતો તેમ જ રેકોર્ડ આપવામાં ગલ્લા ટલ્લા કરતા હતા.
જેથી મંડળી દ્વારા તેઓને લેખિત નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં તેઓએ આજ દિન સુધી મંડળીનું રેકોર્ડ કે હિસાબ રજૂ કર્યા નથી. તેમજ મંડળીના કર્મચારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી મંડળીના રેકર્ડ સાથે ચેડા કરી કુલ રૂપિયા 29.28 લાખ ઉપરાંતની નાણાકીય ગેરરીતી આચરી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી દૂધના નાાણાં ગુદ્રવાયા નથી
જેથી આ અંગે મંડળીના ચેરમેન રંગતસિંહ જાલમસિંહ વાઘેલાએ મંત્રી ગણપતસિંહ ડાયાભાઈ દેસાઈ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.