બાળ સેવા કેન્દ્રમાં કામ કરતી મહિલા ઓ પગાર થી વંચિત
કુપોષણ યુકત બાળકો ની સાર સંભાળ કરતી મહિલા કર્મચારીઓને નથી ચૂકવાયો પગાર
સરકાર શ્રી નાં ધારા ધોરણ મુજબ નાં દૈનિક વેતન થી પણ ઓછા વેતન પર કામ કરતી મહિલા કર્મચારીઓ ને પાંચ મહિનાથી વેતન માટે વિલંબ કરવા મજબૂર !
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ડાકોર તથા ઠાસરા ની સી.એમ.ટી.સી માં કામ કરતી મહિલાઓ ઘર કઈ રીતે ચલાવું તે પ્રશ્ન થી ચિંતાતુર !
પાંચ મહિનાથી પગાર થી વંચિત !
નિયમિત માસિક પગાર પણ ન મળતો હોવાની રાવ ઉઠવા પામી !
તંત્ર નું મૌન નિરાકરણ, મહિલા કર્મચારીઓ ની ત્વરિત નિરાકરણ ની માંગ !
સમગ્ર મામલે ઠાસરા હેલ્થ ઓફિસર નો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવા તાલુકા હેલ્થ ઓફિસ ની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે THO રજા પર છે ત્યારબાદ ટેલીફોનીક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવા જતાં નંબર સ્વીચ ઓફ આવી રહ્યો છે..
રિપોર્ટર : અનવર સૈયદ. ખેડા જિલ્લા.