જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા. ૨૬-૦૭-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી,સરદાર પટેલ ભવન,નડીઆદ,જી ખેડા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં વિવિધ નોકરીદાતા હાજર રહેશે, જેમકે શ્રી હરી સખી મંડળ,નડિયાદ (સરકારી કચેરીમાં આઉટ સોર્સિંગમાં કામગીરી કરવાની રહેશે) એન.આઈ.આઈ.ટી. લીમીટેડ આઈ.સી.આઈ.સી. આઈ બેંક લીમીટેડ તથા આઇકા મેટ એચ.આર અમદાવાદ દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ જેવીકે મદદનીશ પ્રોગ્રામ અધિકારી, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ, એમ.આઈ.એસ કોર્ડિનેટર, ગ્રામ સેવક, રીલેસન સીપ મેનેજર, સેલ્સ એકજીકયુટિવ, ઈંન્ટરનેશનલ ટેલિકોલર જેવી જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં ૧૨ પાસ/સ્નાતક કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી ઉક્ત પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી છે તેવા ઉમેદવારોએ (૧)શાળા છોડયાનું પ્રમાણપત્ર (૨)ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ (૩)જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) (૪)વધારાની લાયકાતની માર્કશીટ તેમજ મોબાઈલ નંબર,ઈ-મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવું. તેમ જિલ્લા રોજગાર અધિકારી, ખેડા(નડિયાદ) ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.