ડીસા તાલુકા પોલીસ મથકની ટીમે જુનાડીસામાં જુગાર રમતાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ચાર નાસી ગયા હતા. સ્થળ ઉપરથી રૂ. 13,400 નો મુદ્દામાલ કબ્જે લઇ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ડીસા તાલુકા પોલીસ મથકની ટીમે જુનાડીસા ગંગાજી વ્હોળાની ખુલ્લી જગ્યામાં તપાસ કરી હતી. જ્યાં જુગાર રમતો ડીસાનો કાદીરભાઇ કયુમભાઇ કુરેશી, ઇકરામભાઇ ઇબ્રાહિમભાઇ કુરેશી અને હિતેશકુમાર વિરાજી ઠાકોરને ઝડપી લીધા હતા.
જ્યારે તારીકભાઇ રફીકભાઇ કુરેશી, શેબાઝભાઇ મુમતાજભાઇ કુરેશી, સોયબ મુજ્જફરભાઇ કુરેશી અને પોપટભાઇ પ્રધાનજી ઠાકોર નાસી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂ. 13,400 નો મુદ્દામાલ કબ્જે લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.