તળાજા ના મણાર ગામે આવેલ કે કે વિદ્યાલયમાં અને શિવમ વિદ્યાલય તેમજ phc સ્ટાફ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગર્વભેર ઉજવણી કરાઇ આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય યોગ .કાર્યક્રમમાં રોજિંદા જીવનમાં યોગના અસંખ્ય લાભો અંગે જણાવી ફેકલ્ટી અને સ્ટાફને યોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા કારણ કે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે તંદુરસ્ત શરીર અને મન જરૂરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

   આ પ્રસંગે અનુભવી માણાર પીએસી સેન્ટર કિરણબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ કે કે વિદ્યાલય અને શિવમ વિદ્યાલયમાં યોગનું આયોજન કરવામાં આવ્યું, જેમા બાળકોની સ્વસ્થ આબોહવા અને અભ્યાસમાં ખાસ આગળ વધે તેવા વિચારો સાથે ઊજવણી કરવામાં દરેક વિદ્યાર્થી વિવિધ યોગ આસનો (પોઝ), ધ્યાનની કસરતો અને શ્વાસ લેવાની તકનીકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યોગના વિવિધ કૌશલ્ય સ્તરોને પૂરા કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા, જેમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું કે દરેક વ્યક્તિ યોગ સાથેના તેમના અગાઉના અનુભવને ધ્યાનમાં લીધા વિના, આ યોગ અભ્યાસનો લાભ મેળવી શકે કે.કે વિદ્યાલયના આચાર્ય અરવિંદભાઈ પંડ્યાએ આ યોગ દિવસની ઉજવણી કરી બાળકોમાં નવી સ્ફૂર્તિનો ઉદય કર્યો હતો.