પાવીજેતપુર પુરવઠા વિભાગમાં નેટવર્ક ખોટકાતા રેશનકાર્ડમાં કેવાયસી કરવા આવેલ જનતા પરેશાન 

           પાવીજેતપુર સેવાસદનમાં નેટવર્ક ખોટકાતા રેશનકાર્ડમાં આધાર કાર્ડ થી લીંક કરવા માટે કેવાયસી કરવા આવેલ તાલુકાની જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. 

             વર્તમાન સરકાર સરકારી દરેક ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ લિંક કરવાનો પ્રોસેસ કરી રહી છે. ત્યારે રેશનકાર્ડમાં પણ પહેલીવાર આધાર કાર્ડ લિંક કરવાનું તંત્રએ ફરમાન કર્યું છે ત્યારે લોકો પોતાના રેશનકાર્ડમાં ફિંગર આપી આધાર કાર્ડ લિંક કરાવવા માટે, કેવાયસી કરાવવા માટે લાંબી કતારો માં ઊભા થઈ જાય છે. ૧૯ જૂન ના રોજ બપોરે નેટવર્ક ખોટકાઈ જતા જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. લાઇનમાં ઊભી રહેલ જનતા થાકી જતાં ઓફિસમાં જ બેસી પડ્યા હતા. 

           આમ, પાવીજેતપુર તાલુકા સેવા સદનમાં રેશનકાર્ડમાં કેવાયસી કરવા માટે આવેલા તાલુકાની જનતા નેટવર્ક ખોવાઈ જતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી તંત્ર આ અંગે ઘટતું કરે, નેટવર્ક બરાબર ચાલે તેવું આયોજન કરે તે ખૂબ જરૂરી છે. ઇ સ્ટેમ્પિંગમાં પણ એ પણ તમે એ જ પ્રોબ્લેમ થાય છે. ગઈકાલે નેટવર્ક નો પ્રોબ્લેમ હોવાના કારણે ગઈકાલના કામ ઇ સ્ટેમ્પિંગમાં પણ આજે થવા પામ્યા હતા.