ઠાસરા પોલીસની રહેમ નજર હેઠળ ઠાસરા વેપારી મંડળી ના કૌભાંડકારી ચિરાગભાઈ ચોકસી દ્વારા પોતાના પરિવાર જનો તથા કૌભાંડ આચરનાર પોતાના સાથીદારો ને લઈને છેલ્લા પાંચ દિવસથી ઠાસરા નગરમાંથી પલાયન થઈ ગયેલ છે 

જેમાં પોલીસની મીઠી નજર હોવાનું ગ્રામજનોમાં ચર્ચા રહ્યું છે પોલીસ દ્વારા એક સામાન્ય અરજી અથવા કોઈ દારૂનો કેસ થયો હોય તો આરોપીને તાત્કાલિક પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તો શું આટલું મોટું ઠાસરા નગરના વેપારી બેંકના સભાસદોનું કરી નાખનાર કૌભાંડકારી પોલીસની વોચ થી બહાર છે અથવા કાયદાથી ઉપર છે ઘણા કેટલાય ટાઈમથી વેપારી બેંક દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે

 તથા હાલમાં જ પોલીસ દ્વારા આ બાબતે fri કરીને ગુનો દાખલ કરેલ છે તો પણ પોલીસ દ્વારા આ કૌભાંડકારી ચોકસી તથા તેના સાગરીતોને જાણે અભય વરદાન આપી હોય તેવું ઠાસરા નગરજનોમાં ચર્ચા રહ્યું છે ગુનો દાખલ થયાના પાંચ દિવસ પછી પણ પોલીસવાળા કોઈપણ આરોપીને પકડવાની કે આરોપીની તપાસ કરવાની પણ ફરજ સમજતા નથી અને આરોપીઓને પોલીસ પકડથી દૂર રાખીને આગોતર જામીન લેવાનો જાણે સમય આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે 

આથી ગ્રામજનો તથા વેપારી બેંકના સભાસદો દ્વારા ગામમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ઠાસરા પોલીસ આ વિષયમાં તપાસમાં કાંઈ ઓછું કરી રહી હોય તેવું વિચારી રહ્યા છે આ તપાસ કોઈ ઉચ્ચ અધિકારી અથવા કોઈ એજન્સીને આપે તો જ આ કૌભાંડ કાર્યો તથા તેમના સાગરીતોને કાયદાનું ભાન થાય અને જે રીતે સભાસદોના પરસેવાના પૈસા પોતાના અંગત સ્વાર્થ ખાતર વાપરી નાખેલ છે તો સભાસદોને ન્યાય મળે 

અત્યારે તો જાણે ચૂંટણીનો માહોલ હોય અને કોઈ નેતા દ્વારા પોતાના અંગત સભ્યોને લઈને હિલ સ્ટેશન ફરવા નીકળી ગયા હોય તેમ આ બેંકના કૌભાંડકારી ચોકસી દ્વારા પોતાના 14 મડતીયાઓને લઈને મોજ મજા કરી રહ્યા છે અને કાયદાની મજાક ઉડાવી રહ્યા છે કે પછી પોલીસ તેમને છાવરવાની કોશિશ કરી રહી છે એ ઠાસરા નગરમાં ચર્ચાનો વિષય છે 

આ બાબતે જિલ્લા પોલીસવાળા દ્વારા કડક પગલાં લેવાય તેવું જો પગલું ભરે અથવા કોઈ સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપે તો આ કૌભાંડ કરીઓ કાયદાનો ભાન થાય તેવી આશા નગરજનો તથા વેપારી મંડળીના સભાસદોની વેદના શાંત પડે આ તો જાણે મોસાળમાં માં પીરસ નારી હોય એવું આ કૌભાંડ કારી ઓ માટે લાગે છે.

રિપોર્ટર:- અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત