દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભગવાન શિવજીના મંદિરના પટાંગણમાં બકરીનું વાઢેલું માથુ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા ફેંકી નાસી જતાં લીમડી પંથકના હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ અંગે સ્થાનીક પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.
રાજ કાપડિયા 9879106469 વિનામૂલ્યે સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગોધરા રોડ ખાતે ભગવાન શિવજીના મંદિરમાં વહેલી સવારે જ્યારે હિન્દુ સમાજના લોકો પુજા, અર્ચના કરવા આવ્યાં હતાં ત્યારે ત્યાં એક બકરીનું વાઢેલુ માથુ મંદિરના પટાંગણમાં પડેલુ જાેઈ ભગવાન શિવજીના મંદિરમાં આવતાં દર્શાનર્થીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ વાયુવેગે લીમડી પંથકમાં ફેલાતા મંદિર તરફ હિન્દુ સમાજના લોકો દોડી ગયાં હતાં. જ્યાં બકરીનું વાઢેલુ માથુ જાેઈ સૌ કોઈમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો. સ્થાનીક હિન્દુ સમાજના લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે સખ્ત વિરોધ કરી આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. લીમડી નગરમાં લોકો દ્વારા આ અંગે સ્થાનીક પોલીસને જાણ કરતાં પોલીસે મંદિરના આસપાસના સીસીટીવી ફુટેજાેની તપાસ પણ હાથ ધરી છે. અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે સ્થાનીક હિન્દુ સમાજના લોકોના જણાવ્યાં અનુસાર, કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાય તે માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. માટે પોલીસ દ્વારા આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માંગણી પણ લીમડી નગરમાં હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.