જાણો તમારી ચંદ્ર રાશિ ઉપર રાહુ ગ્રહ નું ગોચર ઉત્રભદ્રપદ નક્ષત્ર એસ્ટ્રોલોજર સોનલ શુક્લા દ્વારા

( શનિ ગ્રહ નાં નક્ષત્ર માં) .૭ જુલાઈ ૨૦૨૪ થી આઠ મહિના સુધી સૌપ્રથમ જાણીએ રાહુ ને

રાહુ એટલે અચાનક તથા પ્રભાવી ઘટના ઓ નો કારક ગ્રહ, ઉથલ પાથલ નો ગ્રહ, આધુનિકતા નો ગ્રહ, વિજ્ઞાન ની શોધ માટે નો ગ્રહ, આકાશ ને આંબવાં નાં સ્વપ્નો નો ગ્રહ, બેક્ટેરિયા વાળી બીમારી નો ગ્રહ . અઢળક પૈસા આપવા વાળો ગ્રહ.

ભ્રમ પેદા કરવા વાળો ગ્રહ.

ઉત્રભદ્રપદ નક્ષત્ર ધન આપનારું, આધ્યાત્મિકતા નું શનિ દેવ તેમના સ્વામિંતથા અહિરબુધન્ય તેમના દેવતા છે જે વિષ્ણુ તથા શિવ નાં અવતાર ગણાય છે. નાગ ને દર્શાવે છે જે પાતાળ માં ધન નુંરક્ષણ કરતા હોય તેવા. કુંડલિની શક્તિ નાં પ્રતીક ગણાય છે.

મીન રાશિ : સમુદ્ર છે, વિશાળતા છે શ્રી વિષ્ણુના પગ છે મોક્ષ દ્વારા છે જેમના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે . રાહુ સાથે ગુરુ ને શત્રુતા હંમેશા થી રહેલી છે પરંતુ શનિ દેવ નાં નક્ષત્ર નાં કારણે અહી એટલું નુકસાન થતું જોવા મળતું નથી.

રાહુ ચંદ્ર રાશિ થી ૩,૬, ૧૧ માં ભાવ માં શુભ ફળ પ્રદાન કરે છે, જેમની રાહુ, શનિ , ગુરુ ની દશાઓ ચાલતી હોય તેમને વધુ અસર. જન્મ કુંડળી માં ગ્રહો ની શુભ અશુભતા પર ગોચર પરિણામ આપવા સક્ષમ બને છે.

મેષ : આ રાશિ ને બારમા ભાવ માં રાહુ ગોચર કરે છે તો વિદેશ વ્યાપાર વધે , વિદેશ વસવાટ થાય, હોસ્પિટલ નાં ખર્ચ વધે, લગ્નેતર સંબંધ બનવા નાં યોગ બને. જો ધ્યાન આત્મા નાં ઉત્ થન તરફ આકર્ષાય વ્યક્તિ તો ઈશ્વર સાક્ષાત્કાર બી થાય.

વૃષભ : આ રાશિ ને ૧૧ મે ગોચર થાય છે તો સોસાયટી માં સમાજ માં માન સન્માન વધે, કર્મો નાં શુભ ફળ મળે, ધન ધાન્ય માં વૃદ્ધિ થાય. વિલાસિતા થી બચવું . વૈભવ વધશે તો માર્ગ પર થી નાં ભટકવું.

મિથુન : દશમાં ભાવ માં ગોચર થાય , ધંધા માં પરિવર્તન, અપયશ, રોકાણ ડૂબી ના જાય તે જોવું. પિતા નાં કુટુંબ માં ખરાબ સમાચાર આવે . માતા ની તબિયત બગડે. જન્મભૂમિ થી દુર જવું પડે. જમીન મકાન માં રોકાણ કરવું નહિ.

કર્ક : નવમા ભાગ્ય ભાવ માં ગોચર લાંબી યાત્રા , ધાર્મિક યાત્રા વિદેશ પ્રવાસ સૂચવે છે, સાથે સાથે તબિયત ખરાબ થવા સંભવ છે, ધર્મ નાં નામે ચરી ખાવું નહિ, નહિતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું.

સિંહ : ૮ માં ભાવકોઈ બી રોકાણ સમઝી વિચારી કરવું, સ્વાથ્ય ની સંભાળ રાખવી, કોઈ શોધ કરી શકો છો, અચાનક બદલાવ આવી શકે છે, વાણી થી સંભાળવું, શેર માર્કેટ માં રોકાણ નાં કરવું. ધર્મ નાં ભૂલશો.

કન્યા : ૭ માં ભાવ માં પત્ની ની તબિયત સંભાળવું, લગ્નજીવન માં વિખવાદ ટાળો, ભાગીદારી માં સારું, ધન ખુબ મળશે પરંતુ સ્વાસ્થ્ય ખરાબ થશે પેટ સંબંધી બીમારી ખાનપાન માં સાચવવું. ઈશ્વર પર શ્રધ્ધા રાખવી.

તુલા: છઠા ભાવ , માં ઉત્તમ પરિણામ શત્રુ ટકી નહીં શકે, અસની થી લોન મળશે , જોબ બી જલદી મળશે, કોઈ. કેસ ચાલતો હશે તો પરિણામ તમારા પક્ષ માં જ આવશે, મામાં નાં ઘરે થી શુભ સમાચાર મળે 

વૃશ્ચિક : પાંચમા ભાવ માં ગોચર થાય છે,ધન દોલત માટે સારું, સંતાન નું અહિત થાય, પ્રેમ સંબંધ માં વિચ્છેદ થાય, વિદ્યા માં રૂકાવટ નાસ્તિક બની જવાય. કુમાર્ગે પૈસા કમાવવા ની લાલચ લાગે. પરંતુ આઠ મહિના પછી કોર્ટ કેસ બી થવા સંભવ છે 

ધનુ : ચોથા ભાવ માં ગોચર થાય છે જૂનું મકાન બદલી નવું લો. બિઝનેસ બદલી શકો છો નુકસાન સંભવ છે , હા મહેનત વધુ કરવા થી લાભ મળે, સ્વાસ્થ્ય સારું રહે. વિદ્યા અભ્યાસ સારો રહે. માતા નું સ્વાસ્થ્ય ખરાબ રહે.

મકર : ત્રીજા ભાવ માં સારું રહે, નવી શરૂઆત થાય ,ધન મળે, ૧૮ વર્ષ પછી ખુબ જ ફાયદો થાય, સ્વાસ્થ્ય સારું રહે, દુશ્મનો હાંફી જાય તમારી પ્રગતિ ખુબ થાય. દાન કરે તો ફાયદો વધુ થશે 

કુંભ : બીજા ભાવ માં ધન મળે, બચત થાય પરંતુ વાણી થી વાત બગડી નાં જાય તે જોવું, મૌન રહેવું બોલવું ઓછું, કર્મ વધુ કરજો, ભગવાન માં શ્રધ્ધા વધે, ખુબ આગળ વધાય 

મીન : એના પોતાના ભાવ પર થી a ગોચર કુંડલિની જાગૃત કરવામાં મદદ મળે. શારીરિક કષ્ટ, માનસિક રીતે મજબૂત બનવું, કોઈ મોટો બદલાવ સૂચવે છે, ગૃહિણી સાથે મતભેદ વધે. સમાજ માં નામના ઓછી થાય. એસ્ટ્રોલોજર સોનલ શુક્લા દ્વારા