10-30 વાગે શરૂ થતી ઓફિસ કલાક સુધી ખાલી જોઈ અરજદારોમાં વ્યાપક રોષ ફેલાયો...

સરકારી પરિપત્રોના ધજીયા ઉડાવતી વિરપુર તાલુકા પંચાયત કચેરી ઓફિસ સમય બાદ કલાક સુધી ખાલી રહેતા ચર્ચાનો વિષય બની છે. સરકારના નિયમ પ્રમાણે દરેક કર્મચારીઓએ ૧૦ઃ૩૦ કલાકે ઓફિસમાં હાજર થઇ જવાનુ હોય છે.ત્યારે વિરપુર તાલુકા પંચાયતની ઓફિસમાં ૧૧ઃ૧૦ સુધી કોઇ કર્મચારી ન આવતા અહીં સરકારી કામે આવતા નાગરિકોને રાહ જોઇને બેસી રહેવું પડે છે જેને કારણે તેમનો સમય વ્યય થતો હોવાના કારણે રોષ ફેલાયો છે. વિરપુર તાલુકા પંચાયતની કચેરીના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ ૧૧ઃ૧૦ વાગ્યા સુધી ઓફિસે આવતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા જાંચ પડતાલ કરતા આ ઓફિસમાં આવેલ મિશન મંગલ, નરેગા એન્જિનિયર, સર્કલ ટી. ડી. ઓ, કોમ્પ્યુટર શાખા, બાંધકામ શાખાના એન્જિનયર, નાયબ ચિટનીશ, સિનિયર ક્લાર્ક, આવાસ યોજનાની ઓફિસ વગેરે જેવી ઓફિસમા અંદાજીત સાડા અગીયાર થયા છતાં ખાલી હતી. જ્યારે પોતાના કામ કરાવવા માટે નાગરિકો રાહ જોઇને બેઠેલા જોવા મળ્યા હતા.આ બાબતે એક રહીશને પૂછતા તેમને જણાવ્યું હતુ કે આ ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓ કાયમ માટે ૧૧ વાગ્યા પછી જ આવે છે. ઉપરાંત બપોરના સમયે તેઓ ઓફિસમાંથી ગાયબ થઇ જતા હોવાની ફરિયાદો અસંખ્યવાર ઉઠી છે વિરપુર તાલુકાના પંચાયતના સરકારી બાબુઓ રાજ પાઠમાં ઓફિસે આવતા હોવાના કારણે સામાન્ય નાગરિકોને કામ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તાલુકા પંચાયત હોવાને કારણે વિરપુર તાલુકાના વિવિધ ગામના સરપંચો અને નાગરિકો તેમના વિવિધ કામ અર્થે કચેરીએ આવતા હોય છે.ત્યારે સરકારી બાબુઓ જ ઓફિસમાં હાજર રહેતા ન હોવાને કારણે દુર દૂરથી આવતા મધ્યમ વર્ગીય લોકો અને સરપંચોને પારાવાર મુશ્કેલીમાં મુકાય છે અત્યારે ખેતરોમાં ચોમાસું પાકની તૈયારીઓની ઉપરાંત શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે એવામાં આ સરકારી બાબુઓ સમયસર ન આવતા હોવાથી અહીં આવતા ખેડૂતો અને વિધાર્થીઓ સહિતના નાગરિકોને તેમના 

અન્ય જરુરી કામો પણ અટવાય છે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે..

વિરપુર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાંથી બોટલ, બિયરના ખાલી ટીન જોવા મળ્યા...

ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી છે. અને દારૂબંધીનો

કડક અમલ કરાવવા માટે સરકાર અને ગ્રુહખાતું

મોટી-મોટી વાતો કરે છે. પરંતુ હકીકત સાવ જુદી

જ જોવા મળે છે વિરપુર તાલુકા પંચાયત કચેરીના 

કંમ્પાઉન્ડના પાછળ એટલે કચેરીની દિવાલને અડીને બારી નીચે અને આજુબાજુમાં ઘણી ખાલી વિદેશી

દારૂની બોટલો, ખાલી બીયરનાં ટીન, ખાલી સોડા

અને પાણીની બોટલો પડેલી દેખાય છે. લોકો

ચર્ચા કરી રહ્યા છે કે કચેરી કંમ્પાઉન્ડમાં કચેરી

બંધ થાય પછી સાંજના કે રાત્રે દારૂની પાર્ટીઓથાય છે. કોણ કરે છે. ? ક્યારે થાય છે ? તે

તપાસનો વિષય છે તેમજ કચેરી કંમ્પાઉન્ડમાં સાફસફાઈ નહીં થતી હોવાથી ગંદકી પણ જોવા મળે છે.પરંતુ સરકારી કચેરી કંમ્પાઉન્ડમાંથી ખાલી વિદેશી દારૂની બોટલો, ખાલી બીયરનાં ટીન મળી આવે તે શરમ જનક ઘટનાં કહેવાય. શું અધિકારીએ ક્યારેય કચેરી કેમ્પસમાં નજર નહીં નાંખી હોય ? કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે. શું આ બાબતે તપાસ થશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે પણ એક મોટો સવાલ ઉભો થાય છે,..