તળાજાના પીપરલા ગામે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રીના શુભ આશીર્વાદથી તથા પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા ' સર્વાઇકલ કેન્સર રસીકરણ ડ્રાઇવ ' અભિયાન અંતર્ગત ગુજરાતને સર્વાઇકલ કેન્સર મુક્ત કરવાના પ.પૂ.અ.સૌ. ગાદી વાળા માતૃશ્રી ના શુભ સંકલ્પ ને પૂર્ણ કરવા માટે તળાજાના પીપરલા ગામે તારીખ 12/6/2024 ના રોજ શ્રીજી વાડીમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં કેમ્પ માં 9 થી 26 વર્ષ સુધીની 50 દીકરીઓને સર્વાઇકલ કેન્સર થી બચાવવા માટે રસીકરણ કરાવી કેન્સર મુક્ત ભવિષ્ય આપવાનું સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું.