સ્ટેમ સેલ રિસર્ચ અને રિજનરેટિવ મેડિસીન ક્ષેત્રે અમેરિકા સ્થિત વૈશ્વિક અગ્રણી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેમ સેલ થેરાપી એન્ડ રિસર્ચ (GIOSTAR) વિશ્વમાં અને ભારતમાં અસંખ્ય ડિજનરેટિવ અને આનુવંશિક રોગો માટે નવીન સોલ્યુશન્સ પ્રદાન કરીને મેડિકલ સાયન્સમાં પ્રગતિ કરવાનું ચાલુ રાખે છે. ડો. દિવ્યાંગ પટેલની આગેવાની હેઠળ કંપની ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા હેડક્વાર્ટરથી ભારતની કામગીરી સંભાળે છે. કંપનીનો ઉદ્દેશ્ય તેની કામગીરીને વિસ્તારવાનો અને હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવાનો છે. કંપની અત્યાધુનિક અને અનોખા સ્ટેમ સેલ આધારિત રિજનરેટિવ થેરાપીઝ અને પ્રોડક્ટ્સ સાથે માનવ રોગોની સારવાર શોધવા અને વિકસાવવા પર પ્રાથમિક ધ્યાન આપે છે. 

જિઓસ્ટારની સ્થાપના વિજ્ઞાન અને બિઝનેસના ક્ષેત્રે બે લીડર્સ દ્વારા થઈ હતી. ડો. આનંદ શ્રીવાસ્તવ કંપનીના ચેરમેન અને કો-ફાઉન્ડર છે જ્યારે શ્રી દેવેન પટેલ સીઈઓ અને કો-ફાઉન્ડર છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સાન ડિયેગોમાં હેડક્વાર્ટર ધરાવતી જિઓસ્ટારે સમગ્ર અમેરિકા, ભારત, મેક્સિકો, કોસ્ટા રિકા, ચીનમાં અત્યાધુનિક સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ હોસ્પિટલ્સ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભા કરીને તેના વિઝનને સફળતાપૂર્વક સાકાર કર્યું છે. કંપની થાઇલેન્ડ, દુબઈ, કુવૈત, તુર્કી, ફિલિપાઇન્સ, ગ્રીસ, બ્રાઝિલ અને બહામાસમાં વિસ્તરણની યોજના ધરાવે છે.જિઓસ્ટારના સીઈઓ અને કો-ફાઉન્ડર શ્રી દેવેન પટેલે જણાવ્યું હતું કે, “રિજનરેટિવ મેડિસીન અગાઉ અસાધ્ય ગણાતા રોગોની સારવાર પૂરી પાડવાનું વચન આપે છે. જિઓસ્ટારની શરૂઆત અદ્યતન અને અનન્ય સ્ટેમ સેલ આધારિત ઉપચારો અને પ્રોડક્ટ્સ સાથે માનવ રોગો માટે ઉપચાર શોધવા અને વિકસાવવા માટેના એક વિઝન અને પ્રાથમિક ધ્યાન સાથે કરવામાં આવી હતી. અમે રોગમુક્ત જીવન જીવવાનો અને વૃદ્ધાવસ્થા વિનાની ઉંમરનો વિકલ્પ પ્રદાન કરીએ છીએ”.મેડીયલ ડિરેક્ટર ડો. દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે “જિઓસ્ટારનો રિજનરેટિવ મેડિસીન પ્રત્યેનો અનોખો અભિગમ નોન-ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ, ઓછા ડાઉનટાઇમ અને અદ્વિતીય સેફ્ટી પ્રોફાઇલ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દ્વારા અલગ પડે છે. આ ક્રાંતિકારી અભિગમ માત્ર રોગોના મૂળ કારણને જ લક્ષ્ય બનાવતો નથી પણ આડઅસરોની સંભાવનાને પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે, જે દર્દીઓને અગાઉ અસાધ્ય માનવામાં આવતી પરિસ્થિતિઓ માટે નવી આશા આપે છે.” વધુમાં ડો. દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે, “અમે એવા ઘણા ડાયાબિટીસના દર્દીઓ જોયા છે કે જેઓ ખૂબ જ હાઈ બ્લડ સુગર લેવલ સાથે આવ્યા હતા અને અમારી રિજનરેટિવ થેરાપીથી થોડા મહિનામાં તેમનું HbA1c લેવલ સામાન્ય રેન્જમાં આવ્યું છે.

લિવર સિરોસિસના દર્દીઓ સાથે અમે તેમના લિવરને થોડા અઠવાડિયામાં રિજનરેટ થતું જોયું છે અને તેમાંથી કેટલાકે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ટાળ્યું છે. એ જ રીતે, અમે તમામ પ્રકારના આર્થરાઇટિસના દર્દીઓને તેમના દર્દથી રાહત મેળવતા અને ગંભીર સર્જરી ટાળતા જોયા છે. અમારી સારવારથી આઈવીએફ દર્દીઓ માટે વધુ સારું પરિણામ મેળવવામાં મદદ મળે છે. અમે માથાથી પગ સુધી તમામ પ્રકારના મેટાબોલિક રોગોના દર્દીઓની સારવાર કરી છે.” જિઓસ્ટાર બેંગ્લોરના વડા ડો. દર્શન અંગાડીએ જણાવ્યું હતું કે, “અમારી દરેક હોસ્પિટલ અનુભવી તબીબી અને વૈજ્ઞાનિક ટીમો સાથે અત્યંત અદ્યતન સ્ટેમ સેલ લેબથી સજ્જ છે. અમે જોઈ રહ્યા છીએ કે આગામી 2થી 3 વર્ષમાં મોટાભાગની બીમારીઓની સારવાર રિજનરેટિવ દવાથી કરવામાં આવશે અને જિઓસ્ટાર તેની પ્રગતિનો માર્ગ મોકળો કરી રહી છે.” જિઓસ્ટાર ચંદીગઢ ડો. નવદીપ શર્માએ જણાવ્યું હતું કે “અમે ડી-એડિક્શન ટ્રીટમેન્ટ શોધતા દર્દીઓની સંખ્યામાં વધારો જોયો છે. ઉપરાંત હવે ઘણા લોકો નિવારક સારવાર વિકલ્પ તરીકે વૃદ્ધત્વ અટકાવે તેવી સારવાર માટે આવી રહ્યા છે.”જિઓસ્ટારની વૈશ્વિક હાજરી ભારતમાં તેના અત્યાધુનિક એકમો દ્વારા વધુ મજબૂત બને છે. આ દરેક એકમનું નેતૃત્વ દર્દીની સંભાળ અને સંશોધન માટે સમર્પિત પ્રતિષ્ઠિત મેડિકલ પ્રોફેશનલ્સ કરે છે.

ડો. દિવ્યાંગ પટેલના નિર્દેશન હેઠળ અમદાવાદના એકમે એક દાયકાથી વધુ સમયથી જીવનરક્ષક સ્ટેમ સેલ થેરાપી આપીને અસંખ્ય દર્દીઓની સારવાર કરી છે. એ જ રીતે ડો. દર્શન અંગાડીની આગેવાની હેઠળના બેંગ્લોર એકમે અને ડો. નવદીપ શર્માની આગેવાની હેઠળના ચંડીગઢ એકમે ડિજનરેટિવ અને આનુવંશિક રોગો માટે અદ્યતન સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ રહ્યા છે અને તેમના દર્દીઓના ઉત્કૃષ્ટ પરિણામો માટે આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી છે. “જિઓસ્ટાર રિજનરેટિવ મેડિસીનના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારા અદ્યતન સ્ટેમ સેલ સંશોધન અને રિજનરેટિવ થેરાપીઓ ક્રોનિક અને ગંભીર રોગોથી પીડિત લાખો લોકો માટે આશાનું કિરણ રજૂ કરે છે. સારવાર કેન્દ્રોનું અમારું વૈશ્વિક નેટવર્ક સુનિશ્ચિત કરે છે કે ઇન્વેઝિવ સર્જરી અથવા લાંબા સમય સુધી રિકવરી સમયની જરૂરિયાત વિના વિશ્વભરના દર્દીઓને સૌથી અદ્યતન મેડિકલ કેરની એક્સેસ મળે છે” એમ જિઓસ્ટારના ચેરમેન અને કો-ફાઉન્ડર ડો. આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.  જેમ જેમ જિઓસ્ટાર વૈશ્વિક સ્તરે તેની હાજરી વધારવાનું ચાલુ રાખે છે, સંસ્થા અદ્યતન, નોન-ઇન્વેઝિવ અને અત્યંત અસરકારક સ્ટેમ સેલ આધારિત રિજનરેટિવ ટ્રીટમેન્ટ્સ પૂરી પાડવાના તેના મિશનમાં અડગ રહે છે. રોગોના મૂળ કારણોને સંબોધીને, જિઓસ્ટાર ન કેવળ લક્ષણોને દૂર કરે છે પરંતુ સમગ્ર વિશ્વમાં દર્દીઓ માટે આરોગ્યને પુનઃસ્થાપિત કરીને જીવનની ગુણવત્તામાં સુધારો પણ કરી રહ્યું છે.