પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, તેમાં એક માસૂમનું માથું છુંદાઇ ગયું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટિયા પાસે ટ્રેલર, ટ્રક અને બલેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
વડગામના ભરકાવાડા પાસે પુરઝડપે રોંગ સાઇડમાં આવતી બલેનો કારના ચાલકે પોતાની કાર ગફલત રીતે હંકારીને કટ્ટા ભરીને જઈ રહેલા ટ્રેલરને ટક્કર મારી હતી. બલેનોએ ટ્રેલરને ટક્કર મારતા જ ટ્રેલરને ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. આ દરમિયાન અમદાવાદથી પાલનપુર તરફ આવી રહેલી ટ્રક સાથે ભટકાઇને ટ્રેલર ઊંધુ વળી ગયું હતું.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ પર પલટી ગયું હતું. જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઊમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પી.એમ. અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકના નામ
• શુભાંગદેવી ભોપારામ ચૌધરી, ઉ. 33 વર્ષ, સાંચોર
• સંજુ ભોપારામ ચૌધરી, ઉ. 5 વર્ષ, સાંચોર
• સલીમખાન મીરુ ખાન બાડમેર, ઉ. 42 વર્ષ
• જાની ખાન મોહબ્બત ખાન સિંધી
વડગામના PSI NV રહેવરે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવારમાં મોત થયું છે. એક 5 વર્ષની બાળકી તેમજ એક મહિલા સહિત 4 ના મોત થયા છે. બે લોકો સાંચોર જિલ્લાના રહેવાસી છે જ્યારે એક શખ્સ બાડમેર જીલ્લાનો રહેવાસી છે.