સાબરકાંઠા લોકસભા બેઠક પર જીત બાદ સાંસદ શોભનાબેન બારૈયાએ જંગી લીડથી જીત મેળવ્યા બાદ ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં શોભનાબેનના પ્રથમ પ્રવાસ કર્યો

 આ પ્રવાસ દરમ્યાન તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો.સત્કાર સમારંભ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ એ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.

અને ઉપસ્થિત તથા અનુપસ્થિત દરેક કાર્યકરોને નવ નિયુક્ત સાંસદ શોભનાબેનને જીતાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો અંબે મા ની પ્રતિમા, શાલ તથા ફુલહારથી સન્માન કર્યું હતુ. સાંસદ શોભનાબેને જણાવેલ કે લોકસભાની ચૂંટણીમાં જે થયુ તેને ભૂલીને આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીમાં પહેલેથી મહેનત કરીને ભાજપના ઉમેદવારને

જીતાડીને સત્તાનુ સુકાન સોંપવા માટે કટીબદ્ધ રહેવુ તે આપણી કાર્યકર્તાઓ તરીકે આપણી ફરજ છે. તેમજ ખેડબ્રહ્મા શહેર દ્વારા વધુ લીડ આપવા બદલ પૂર્વ ધારાસભ્ય અને હાલના સાંસદના પતિ મહેન્દ્રસિંહ બારૈયા એ શહેર કાર્યકર્તાઓ અને પ્રમુખ નો આભાર માન્યો હતો

વધુમાં ખેડબ્રહ્મા તાલુકામાં વધુ મત પોતના વિસ્તાર નુ બુથ પ્લસ કરાવનાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ મકવાણા તથા

હાલ ના જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણનુ વિશિષ્ટ સન્માન આ પ્રસંગે તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, રાજયસભા સાંસદ રમીલાબેન બારા, જશુભાઈ જે પટેલ સાબર ડેરી ડિરેક્ટર રામાભાઇ પટેલ જીલ્લા મહામંત્રી વિજય પંડ્યા અને લુકેશભાઈ ગમાર ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, પૂર્વ  નગરપાલિકા કોર્પોરેટર નિકુંજ રાવલ પૂર્વૂ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહીત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનુ સફળ સંચાલન શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, નરસિંહભાઈએ કર્યું હતુ.