કઠલાલ તાલુકા ના બગડોલ ગામ ખાતે પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા ના જન્મદિવસે જન સંવાદ સભા યોજવામાં આવી હતી. આ સભામાં આમ આદમી પાર્ટી ના ખેડા જિલ્લા પ્રમુખ કમલેશભાઈ વાઘેલા, તથા મહુધા તાલુકાના સંગઠન મંત્રી. બગડોલ ના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા, સહ સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંગઠન મંત્રી દિલીપભાઈ ડાભી, સંગઠન મંત્રી ભરતભાઈ તળપદા,સહ સંગઠન મંત્રી કમલેશભાઈ ,સહ સંગઠન મંત્રી અનિલભાઈ તેમજ આ જન સંવાદ સભા માં પાંચ સો થી વધુ લોકો એ ભાગ લઈ આમ આદમી પાર્ટી ના કાર્ય ને બિરદાવ્યું જેમાં બગડોલ ગામ ના સરપંચ જસવંત સિંહ,ફુલાતે ભાઈ તેમજ દિલીપ ભાઈ વકીલ તેમના ૧૦૦ જેટલા કાર્યકર મિત્રો સાથે ભાજપ માંથી આમ આદમી પાર્ટી માં જોડાયા.