અમીરગઢના ગંગાસાગર પાટીયા પાસે નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતી એક ગાડીએ રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળ જ મોત થયું હતું. આ બનાવના પગલે અમીરગઢ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ કરી છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આબુ-પાલનપુર નેશનલ હાઈવે પર અમીરગઢના ગંગાસાગર પાટીયા પાસે એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક ગાડી ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી વૃદ્ધ ફંગોળાઈને રોડ પર પટાકાયા હતા. જેને પગલે તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

આ અકસ્માતના કારણે હાઈવે ઉપર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. વૃદ્ધના મૃતદેહને અમીરગઢ પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ સ્કોર્પિયો ગાડી ચાલકની અમીરગઢ પોલીસે પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.