દાહોદમાં ૨૬ – ૨૭ જુન દરમ્યાન તાલુકા તેમજ જિલ્લા ક્ક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
અરજદાર તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગત માટે પોતાની અરજી ઓનલાઈન કરી શકશે
દાહોદ : ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ( રાજ કાપડિયા 9879106469 વિનામૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે તેમજ જીલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અંતર્ગત દાહોદ શહેર અને તમામ તાલુકાઓમાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તારીખ ૨૬-૦૬-૨૦૪ ના રોજ તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭-૦૬-૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યોજવામાં આવશે.
તેથી આગામી તારીખ ૧૪-૦૬-૨૦૨૪ સુધીમાં અરજદારોએ પોતાના પડતર પ્રશ્નો અથવા રજૂઆતની અરજી ‘ તાલુકા સ્વાગત કાર્યક્રમ ' મથાળા હેઠળ તેમની અરજી સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને એક જ અરજી ને ઓછામાં ઓછા ૩ વાર કરેલી નકલ સાથે સંબંધિત મામલતદારશ્રીની કચેરીને મોકલી દેવાની રહેશે. તા. ૧૪-૦૬-૨૦૨૪ સુધીમાં મળેલ અરજી જ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. અરજદાર તાલુકા સ્વાગતમાં htttps://swagat.gujarat.gov.in/citizen_Entry.asspx?frm=ws પર પોતાની અરજી ઓનલાઈનકરી શકશે. ઉપરાંત જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે htttps://swagat.gujarat.gov.in/citizen_Entry.aspx?fem=ws પર ઓનલાઈનઅરજી કરી શકશે.' જિલ્લા સ્વાગત કાર્યક્રમ ' માથાળા હેઠળ પોતાની અરજી સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીએ એક જ અરજીને ઓછામાં ઓછી ૩ વાર કરેલી અરજીની નકલ અત્રેની કચેરીએ મોકલી આપવાની રહેશે.
દાહોદ શહેર - તાલુકાના તમામ નાગરિકોને જિલ્લા તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે નિવાસી અધિક કલેક્ટર દ્વારા અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.