પાલનપુર-ડીસા હાઇવે ઉપર ચંડીસર નજીક ઉભેલી બસને રેતી ભરેલા ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસને નુકશાન થયું હતુ. જોકે, 15 મુસાફરોનો બચાવ થયો હતો.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.
પાલનપુર-ડીસા હાઇવે ઉપર ચંડીસર નજીક હાઇવે ઉપરથી ઘેટા બકરાં પસાર થતાં હોઇ ભૂજ પાલનપુર બસ નં. જીજે. 18. ઝેડ. ટી. 1025 ના ચાલક વડગામના નાવિસણાના ચિરાગભાઇ હસમુખભાઇ જોષી બસ ઉભી રાખી હતી.
તે દરમિયાન પાછળથી રેતી ભરીને આવેલા ટ્રક નં. આર. જે. 27. જી.સી. 0246 ના ચાલકે બસને પાછળથી ટક્કર મારતાં નુકશાન થયું હતું. બસમાં બેઠેલા 15 મુસાફરોનો બચાવ થયો હતો. આ અંગે ચિરાગભાઇએ ટ્રક ચાલક સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.