ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી ધાનેરા પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ બનાસકાંઠા એલસીબીએ ધાનેરા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સને ઝડપી પાડ્યા છે. આમ કુલ ત્રણ લોકોની પોલીસ અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા શખ્સને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં ધાનેરા પોલીસને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાનના સાચોર થઈ નેનાવા તરફ એક સ્વીફ્ટ ગાડી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશનાર છે. જે આધારે નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ ગાડીને રોકાવી તેને તપાસ કરી હતી. ગાડીમાંથી સાત જેટલી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી ધાનેરા પોલીસે કુલ 3 લાખ 28 હજાર 568 મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી હકીકત એલસીબી પોલીસે મેળવી ધાનેરાના જાડી ગામ પાસે એક swift ગાડી RJ 19 TA 7032 રોકાવી પોલીસે તેમાં તપાસ કરતા ગાડીમાંથી 192 જેટલી બોટલો દારૂની મળી આવી હતી પોલીસે ગાડી ચાલી સહિત તેમજ તેના સાથી મિત્ર ની અટકાયત કરી કુલ 3 લાખ 83 હજાર નો મુદ્દામાલ કબજે કરી ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અટકાય કરેલ આરોપીઓ 01 પ્રકાશભાઈ ગિરધારી રામ જાટ રહે, પીપરાળી બાડમેર રાજસ્થાન 02 દિલીપ ભવરલાલ રહે, મહાજનો કાવાસ બોરુંદા જોધપુર રાજસ્થાન 03 રામચંદ્ર હનુમાન રામ જાટ રહે, ઊંડું ગોરસીયા તલા શિવજી બાડમેર રાજસ્થાન