વિરપુર ગ્રામ પંચાયત દ્વારા ચોમાસાના આગમન પહેલાં પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી ઠેર ઠેર JCB મારફતે ગટરો સાફ કરવામાં આવી રહી છે જ્યારે ગત વર્ષે વિરપુરના નિચાણવાળા વિસ્તારોમાં ગટરો બ્લોક થઇ જતાં વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું જેને લઈને વિરપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી હાથ ધરી છે ગુજરાતમા ચોમાસાના આગમનને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે આ વર્ષે સારું ચોમાસું રહેશે તેવી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે ત્યારે ચોમાસા દરમિયાન લોકોને કઈ હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે મહિસાગર જિલ્લાના વિરપુર ગ્રામ પંચાયત દ્વારા નગરની સહિતના વિસ્તારોમાં ગટરો સાફ કરી હતી જેસીબીની મદદથી ગટરોમાંથી કચરો બહાર કાઢવામાં આવ્યો હતો ઉલ્લખનીય છે કે ભૂતકાળમાં વિરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગટરો બ્લોક થઇ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઇને લોકોને હાલાકી ભોગવવી પડી હતી ત્યારે ફરી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર