મુડેઠા ના ટોલ પ્લાઝા પર આજથી ટેક્ષ ઉપર 1 થી 5 ટકાનો ભાવમાં વધારો..
ડીસાના મુડેઠા નજીક નેશનલ હાઇવે ઓથોરિટીના ટોલનાકાથી પસાર થતાં વાહન ચાલકોને આજે 3 જુનથી વધારા નો ટોલટેક્ષ ચૂકવવો પડશે..
સૂત્રોએ જણાવ્યું કે,નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 1 એપ્રિલ થી ભાવ વધારવાનો હતો પરંતુ લોકસભા ની ચૂંટણીના કારણે 3 જૂન થી ભાવ વધારો અમલી બનાવાયો છે..
ઉલ્લેખનીય છે કે, મુડેઠા ગામે ટોલ પ્લાઝાની બાજુમાં સર્વિસ રોડ ન હોવાથી વાહનચાલકોને ફરજિયાત ટોલ ના પૈસા ભરવા પડે છે. સર્વિસ રોડની વર્ષોથી માંગ છે છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવતું નથી..
1 એપ્રિલથી ભાવ વધવાનો હતો પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે મુલવતી રહ્યો હતો, હવે 3 જૂનથી ભાવ વધારો અમલી બનાવાયો..
ટોલનાકા નો જુનો ભાવ
કાર, જીપ,વાન સિંગલ રૂપિયા 125 અને રિટર્ન રૂપિયા 190
લાઈટ કોમર્શિયલ વાહન અને લાઈટ ગુડ્સ વાહન અને મિનિબસ, સિંગલ રૂપિયા 205 અને રિટર્ન રૂપિયા 305
બસ અને ટ્રક, સિંગલ રૂપિયા 425 અને રિટર્ન રૂપિયા 640
ત્રણ એક્શલ વાહન, સિંગલ રૂપિયા 465 અને રિટર્ન રૂપિયા 695
મલ્ટી એકશલ વાહન, સિંગલ રૂપિયા 670 અને રિટર્ન રૂપિયા 1000
ઓવર સાઈઝ વાહન, સિંગલ રૂપિયા 815 અને રિટર્ન રૂપિયા 1220
ટોલનાકાનો નવા ભાવ
કાર, જીપ,વાન, સિંગલ રૂપિયા 130 અને રિટર્ન રૂપિયા 195
લાઈટ કોમર્શિયલ વાહન અને લાઈટ ગુડ્સ વાહન અને મિનિબસ, સિંગલ રૂપિયા 210 અને રિટર્ન રૂપિયા 315
બસ અને ટ્રક, સિંગલ રૂપિયા 435 અને રિટર્ન રૂપિયા 655
ત્રણ એક્શલ વાહન, સિંગલ રૂપિયા 475 અને રિટર્ન રૂપિયા 715
મલ્ટી એકશલ વાહન, સિંગલ રૂપિયા 685 અને રિટર્ન રૂપિયા 1030
ઓવર સાઈઝ વાહન સિંગલ રૂપિયા 835 અને રિટર્ન રૂપિયા 1250