દૂધના ભાવ પછી રાતોરાત ટોલ ટેક્સ મોંઘો થયો, નેશનલ હાઈવે ઓથોરિટીએ 3થી 5%નો વધારો કર્યો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને મોટો ઝટકો આપ્યો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.

આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઈવરોએ 5 ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. માહિતી અનુસાર, હાઇવે યુઝર ફી વાર્ષિક સુધારણા હેઠળ અગાઉ (1 એપ્રિલ) લાગુ થવાની હતી, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.NHAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા દરો 3 જૂન, 2024થી લાગુ થશે. તેમણે કહ્યું કે ટોલ ફીમાં સુધારો કરવો એ વાર્ષિક કવાયતનો એક ભાગ છે, જે જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ફી આધારિત પ્લાઝા છે, જેના પર નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 મુજબ યુઝર ફી વસૂલવામાં આવે છે. તેમાંથી લગભગ 675 પબ્લિક ફંડેડ છે અને 180 કન્સેશનર દ્વારા સંચાલિત છે.