ડીસા તાલુકાના ભડથ ગામે ગામના શખ્સની અઘટીત માંગણીઓના ત્રાસથી વાઝ આવી એક યુવતીએ ઘર આગળના વીજથાંભલા ઉપર ચઢી જીવંત વાયર પકડી આપઘાત કરી લીધો હતો. પંદર દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં મૃતકના ભાઇએ ગામના શખ્સ વિરૂધ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ડીસા તાલુકાના ભડથ ગામે રહેતાં વજભા હાથીભા દરબારની નાની બહેન સોનલબેન (ઉ.વ.24)ને ગામનો જ પ્રહલાદસિંગ રામુજી વાઘેલા અવાર-નવાર હેરાન પરેશાન કરી અઘટીત માંગણીઓ કરી ત્રાસ આપતો હતો. જે સહન ન થતાં સોનલબેને તા. 18 મે 2024 ના દિવસે ઘર આગળના વીજ થાંભલા ઉપર ચઢી જીવંત વીજ વાયર પકડી આપઘાત કર્યો હતો.

આ અંગે મૃતકના ભાઇ વજભાએ ગામના પ્રહલાદસિંગ રામુજી વાઘેલા સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની સામે પોલીસે મરવા માટે મજબુર કર્યાનો દુમ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.