પાલનપુરમાં ટ્રેનની અડફેટે આવી જતા એક મહિલાનું મોત થયું છે. મૃતક મહિલા પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતદેહને કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં ટ્રેનની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. પાલનપુર રેલવે બ્રિજ નજીક ટ્રેનની અફડેટે આવતા ઘટના બની હતી. મૃતક મહિલા પાલનપુરના લક્ષ્મીપુરાની હોવાનું પ્રાથમિક અનુમાન છે.

મહિલા ટ્રેન નીચે આવી જતા લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. સ્થાનિકો દ્વારા બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહનેને પી.એમ. અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી સમગ્ર ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે.