એક્ઝિટ પોલ પહેલા કોંગ્રેસ અધ્યક્ષનો દાવો, ઈંડિયા ગઠબંધન 295+ સીટ જીતશે, આ જનતાનો સર્વે. મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, ઈંડિયા ગઠબંધનના નેતા આજે અનૌપચારિક રીતે બેઠક કરીને મત ગણતરીના દિવસની તૈયારીઓની સમીક્ષા કરી. લડાઈ હજુ ખતમ નથી થઈ અને તમામ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ખૂબ સતર્ક છે. નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાન પર ઈંડિયા ગઠબંધનના નેતાઓની બેઠક થઈ. આ બેઠક ખતમ થયા બાદ સંયુક્ત રીતે ઈંડિયા ગઠબંધનના નેતા પત્રકારોને સંબોધન કરતા જોવા મળ્યા હતા. મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, ઈંડિયા ગઠબંધનના નેતા આજે અનૌપચારિક રીતે બેઠક કરીને મત ગણતરીના દિવસની તૈયારીઓની સમીક્ષા કરી. લડાઈ હજુ ખતમ નથી થઈ અને તમામ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ખૂબ સતર્ક છે. આ તમામની હાજરીને લઈને આભાર પ્રકટ કરુ છું. અમે 2024ની ચૂંટણી પુરી તાકાત સાથે લડી છે અને અમને સકારાત્મક પરિણામ દેખાઈ રહ્યા છે. ભારતની જનતાએ અમારુ સમર્થન કર્યું છે.