દાહોદમાં વહિવટી તંત્ર દ્વારા હાઇરાઇઝ બિલ્ડિંગો તેમજ કોમર્શિયલ એકમોમાં ફાયર સેફ્ટી,BU, સહિતની મંજૂરીઓ મેળવેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જે પૈકી દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં જીવતા બોમ્બ સમાન ધમધમતા લક્ષ્મી ઇન હોટલમાં ચાલતા સીનેમેરા ટૉકીઝને ફાયર એક્સિત તેમજ પાર્કિંગના અભાવે સીલ મારવામાં આવી હતી. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો સાથે સાથે આ કોમર્શિયલ બિલ્ડિંગમાં જીવતા બોમ્બ સમાન ગણાતા ઓક્સિજન પ્લાન્ટ ની સાથે એમજીવીસીએલ ના 20 મીટરો તેમજ હાઇ ટેન્શન લાઈનના ખુલ્લા વાયરો જોવા મળતા પ્રાંત અધિકારી એન. બી. રાજપુત,મામલતદાર મનોજ મિશ્રા, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન, તેમજ એમજીવીસીએલના જુનિયર એન્જિનિયર સહિતની ટીમોએ તાત્કાલિક અસરથી લક્ષ્મી ઈન કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી ત્રણેક ડઝન જેટલી દુકાનો, બે સરકારી બેંકો, મલ્ટિપ્લેક્સ સિનેમા ઘર, ફાઇનાન્સ કંપનીની ત્રણ ઓફિસો, તેમજ લક્ષ્મી ઇન હોટલના વીજ મીટરો સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી કાપી દેવામાં આવ્યા હતા. તો સાથે સાથે રીડમ હાર્ટ હોસ્પિટલના સંચાલકોને ઓક્સિજન પ્લાન્ટને એક અઠવાડિયામાં અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ સાથે સાથે કોમર્શિયલ બિલ્ડીંગના બેઝમેન્ટમાં ચાલતા પાર્કિંગને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની આદેશ કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન વહીવટી તંત્રની ટીમોએ સિને મેરા મલ્ટિપ્લેક્સ થિયેટરને સીલ મારી, કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલતા તમામ એકમોના વીજ મીટરોને તાત્કાલિક અસરથી કાપી દેવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  EXCLUSIVE | કેટલા નવા ચહેરાને મળશે મોકો? | Gujarat Candidate List | Gujarat News | News18 Gujarati 
 
                      EXCLUSIVE | કેટલા નવા ચહેરાને મળશે મોકો? | Gujarat Candidate List | Gujarat News | News18 Gujarati
                  
   વડોદરા મનપાના નમાલા તંત્રમાં તાકાત હોયતો ‘પૈસાદારો’ના આ મોટા ‘ગેરકાયદે’ બાંધકામો તોડી બતાવે ! ગરીબોની લારીઓ અને દુકાનના ઓટલા તોડવામાંજ રસ ! 
 
                      વડોદરામાં નાના ફેરિયાઓ અને દુકાનોના ઓટલા તોડવામાં બહાદુર મનપા નું નમાલુ તંત્ર મોટા બિલ્ડરો અને...
                  
   Rajasthan Voting 2023: 11 बजे तक कितनी वोटिंग? राजस्थान के 4 जिलों से देखें LIVE अपडेट | Latest News 
 
                      Rajasthan Voting 2023: 11 बजे तक कितनी वोटिंग? राजस्थान के 4 जिलों से देखें LIVE अपडेट | Latest News
                  
   
  
  
  
   
  