ડીસામાં જુગાર રમતાં નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 20140 નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસા દક્ષિણ પોલીસ મથકની ટીમે સેંટ જવેલીયર્સ સ્કુલ નજીક પાર્લર પાસે તપાસ કરી હતી. જ્યાં જુગાર રમતા ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી (રહે.વણજારાવાસ વ્હોળામાં ડીસા), સાજન સુરેશભાઈ માળી (રહે.ક્રિષ્ણાવીલા સોસાયટી ડીસા), નારણભાઈ ભેમાજી માજીરાણા (રહે. વણજારાઆસ વ્હોળામાં ડીસા), નવિનકુમાર પુનમચંદ દરજી (રહે. જુનાડીસા સંઘવીવાસ તા.ડીસા), પ્રકાશભાઈ મેવાજી દેવીપુજક (રહે વણજારાવાસ વ્હોળામાંતા.ડીસા),

જીતુભાઈ ત્રીકમલાલ મનવાળી(સિંઘી ઠક્કર) (રહે પ્રિતમનગર સોસાયટી ડીસા), આકાશ સુરેશભાઈ પઢિયાર(માળી) (રહે ડીસા પાટણ હાઈવે ક્રિષ્ણાવીલા સોસાયટી ડીસા), પરષોત્તમભાઈ અલીલભાઈ દેવીપુજક (રહે આશાપુરા સોસાયટી ભાગ-૧ ડીસા) અને રાજુસિંગ અંપુજી ઠાકોર (રહે ભોપાનગર બાવાવાસ ડીસા)ને ઝડપી લીધા હતા.