રોટરી કલબ હિંમતનગર દ્વારા હર ઘર તિરંગા અભિયાનને આગળ ધપાવતા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર હિંમતનગર શહેરની 20 જેટલી શાળાઓ ના 250 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખશ્રી નાથાભાઈ પટેલ ની રહી હતી. આ પ્રસંગે વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફગણ હાજર રહ્યા હતા. રોટરી ક્લબ હિંમતનગરના પ્રમુખ રોટે. અમૃતભાઈ પુરોહિત, રોટે. રમેશ પટેલ મંત્રીશ્રી, મેહુલભાઈ કોઠારી ટ્રેનર, રોટે. ગોપાલસિંહ રાઠોડ, રોટે.મનીષ પ્રજાપતિ, રોટે. પ્રકાશ સોની, રોટે.આકાશ બારોટ, રોટે.જીગર જયસ્વાલ, રોટે.બિપીન પટેલ, રોટે.મુકેશ પટેલ, રોટે.દીપ શાહ, રોટે. કૃપલ રાવલ અને મોટી સંખ્યામાં રોટરી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
હિંમતનગર રોટરી કલબ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' 'હર ઘર તિરંગા' અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_f60fe4ff993637b2c1e13c9c7e297330.jpg)