પાલનપુરના ચિત્રાસણીમાં બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનારા આશુ શાહનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેણે વડગામ બેંક ઓફ બરોડા શાખાના 16 ગ્રાહકો પાસેથી વીમાના એડવાન્સ હપ્તા લઇ રૂપિયા 47.91 લાખની છેતરપિંડી આચરી હતી.
ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર આશુભાઇ રાજેશભાઇ શાહે બેંક ઓફ બરોડા ચિત્રાસણી શાખાના 24 ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના એરિયા બિઝનેસ હેડ પાલનપુર ઢુંઢીયાવાડી અર્બુદાનગરમાં રહેતા રૂચિનભાઇ દિનેશભાઇ મહિવાલે તપાસ કરતાં વડગામ બેંક ઓફ બરોડા શાખાના 19 ગ્રાહકો સાથે પણ આશુ શાહે રૂપિયા 47,91,100ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેણે આ નાણાં એડવાન્સ પ્રિમિયમ પેટે પડાવી લીધા હતા. આ અંગે રૂચિનભાઇ દિનેશભાઇ મહિવાલે વડગામ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ. આર. બારોટે જણાવ્યું હતુ કે, ડીસામાં માતા- પિતા સાથે રહેતો આશુ શાહે લગ્ન કર્યા નથી. તે વર્તમાન સમયે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર તરીકે ચિત્રાસણીમાં ફરજ બજાવે છે. જેની ધરપકડ પછી પ્રાથમિક પુછતાછમાં મે નાણાં લીધા જ નથી તેવું બોલ્યા કરે છે. સાચી હકિકત જાણવા માટે બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
પાલનપુર તાલુકાના ચિત્રાસણીમાં બેંક ઓફ બરોડા શાખાના 24 ગ્રાહકોના નાણાં બેંકમાંથી ઉપડાવી ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ વિમા કંપનીની વિવિધ સ્કિમમાં રોકાણ કરવાના બહાને રૂપિયા 91.54 લાખની છેતરપિંડી આચરનારો મુખ્ય સુત્રધાર ડીસાના આશુ શાહને પોલીસે પાલનપુરથી દબોચી લીધો હતો. આશુ શાહના એક પછી એક કૌભાંડ ખુલી રહ્યા છે.ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર ડીસાનો આશુભાઇ રાજેશભાઇ શાહે પોતાનો અંગત સ્વાર્થ પુરો પાડવા માટે બેંક ઓફ બરોડા ચિત્રાસણી શાખાના 24 ગ્રાહકો પાસેથી વિમા તેમજ ધંધાના વિકાસના નામે રૂપિયા 91,54,321 પડાવી લીધા હતા. આ અંગે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના એરિયા બિઝનેસ હેડ પાલનપુર ઢુંઢીયાવાડી અર્બુદાનગરમાં રહેતા રૂચિનભાઇ દિનેશભાઇ મહિવાલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પ્રતાપસિંહ નવલસિંહ પરમાર (રૂપિયા 1,10,000), ડાહીબેન ખેમાભાઇ મકવાણા (રૂપિયા 3,00,000), સુરેશચંદ્ર ગંગાપ્રસાદ શર્મા (રૂપિયા 5,70,000), રાજુભાઇ જયંતિભાઇ કંકોડીયા (રૂપિયા 8,40,000), પરેશકુમાર સેધાભાઇ પરમાર (રૂપિયા 3,94,000), રતનસિંહ છત્રસિંહ પરમાર (રૂપિયા 1,10,000), દેવજીભાઇ માવજીભાઇ પરમાર (રૂપિયા 3,00,000), દિનેશભાઇ હિરજીભાઇ ચૌધરી (રૂપિયા 1,36,800), મહેશભાઇ તુલસીભાઇ પરમાર (રૂપિયા 93,100), ગંગાબેન ડોડીયા (રૂપિયા 6,26,000), મોઘજીભાઇ પટેલ (રૂપિયા 1,76,200), ઉષાબેન પંચાલ (રૂપિયા 90,000), રમેશભાઇ કેશવભાઇ રાવલ (રૂપિયા 2,20,000), ડોહજીભાઇ કામરાજભાઇ ચૌધરી (રૂપિયા 20,500), દેવીસિંહ રતનસિંહ પરમાર (રૂપિયા 2,00,000), દોલીબેન લક્ષ્મણજી રાઠોડ (રૂપિયા1,04,500)