ગાડી સંપૂર્ણપણે બળીને થઈ ખાખ.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કાળજાળ ગરમી વચ્ચે અનેક જગ્યાઓએ આગની ઘટનાઓ બનતી હોય છે.જ્યારે ચોક્કસથી કહી શકાય કે મહેસાણાના ભક્તો અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને અંબાજી દર્શન કરી પરત જઈ રહ્યા હતા ત્યારે દાંતા પાસે આંબા ઘાટા વિસ્તારમાં ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી જ્યારે ગાડીમાં આગ લાગે છે તેવું ગાડીમાં બેસેલ મુસાફરોને માલુમ પડતા મુસાફરો દરવાજો ખોલી નીચે ઉતરી ગયા હતા અને ઘટનાની તુરંત ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ કહી શકાય કે આ આગની ઘટનામાં ગાડી જંગલ તરફ જતા જંગલમાં પણ આગ લાગી હતી જંગલના અમુક ભાગમાં આગ લાગતા વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી જંગલ વિસ્તારમાં લાગેલી આગ પર પણ કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ઘટનાની જાણકારી મળતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ફાયબ્રિગેડ ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી