રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુંનો ભવ્ય વિજય થતા ઠેરઠેર ઉજવણીનો માહોલ છે ત્યારે કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતીમાં ચીખલીમાં આદિવાસી સમાજ અને ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા સીટ મહત્વની ગણાય છે ત્યારે પુરવઠા મંત્રી નરેશ પટેલના મતવિસ્તાર ચીખલી ખાતે આદિવાસી સમાજ અને ભાજપ સંગઠન દ્વારા સર્કિટ હાઉસથી ચીખલી ચાર રસ્તા સુધી એક વિજય સરઘસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને પારંપરિક આદિવાસી વેશભૂષા સાથે નૃત્ય સાથે ચાર રસ્તા પહોંચ્યા હતા અને તેઓએ ખુશી વ્યકત કરી હતી. દેશના પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મુંના વિજય થતા સમગ્ર દેશના આશરે 11 કરોડ આદિવાસી સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ છે.