રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 26ના
મોત: ચારની ઘરપકડ, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી, હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના, હોસ્પિટલ-ઘટનાસ્થળની મુલાકાત લેશે.
રાજકોટ TRP ગેમઝોનમાં મોટી આગ રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી.
આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે-ગોટા દેખાઈ રહ્યા હતા. આ આગમાં 25 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. હાલ તો આ આગનું કારણ જાણવા મળ્યું નથી. જોકે કેમ ઝોનમાં મોટાભાગે રબરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાની શક્યતા છે.