મોતનું ગેમઝોન 

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ

રાજકોટમાં મોતની મોટી હોનારત; ગેમ ઝોનમાં 24 લોકો બળીને ભડથું થયા, હજું પણ વધી શકે છે મૃત્યુઆંક

 રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં મોતની મોટી હોનારત બની છે. TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા, આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. જ્યારે બાળકો સહિત 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટી આગ લાગી છે. આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનામાં 8 વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. જ્યારે બાળકો સહિત 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે, ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે.

મહત્વનું છે કે આગની ઘટનામાં આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. આ ગેમઝોનમાંથી 70થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

 રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.

રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. રાજ્યના સીએમે તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી માટે સૂચના આપી છે. મનપા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેની પણ સૂચના અપાઈ છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગઃ પોલીસ કમિશનર રાજુ ભાગર્વ પહોંચ્યા ઘટના સ્થળે

રાજકોટ કાયર વિભાગની 5 ટીમો ઘટનાસ્થળે પહોંચી

જવાબદાર લોકો પર કડક પગલાં લેવાશે?

રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવા મામલે ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન

આગ લાગવા મામલે ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન