રાજ્યમાં 5 દિવસ હિટવેવની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી હિટવેવ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી હીટવેવની અસર વર્તાશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવની અસર રહેશે. હવામાન વિભાગે પણ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી છે. અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે. સુરેન્દ્રનગર માં 3 દિવસ હીટવેવ રહેશે. આ દિવસોમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિત વોર્મ નાઈટ રહેશે. આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે. આ દિવસોમાં 1 કે 2 ડિગ્રી તાપમાન સામાન્ય ઘટાડો રહેશે.

રિપોર્ટર ; અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.