બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. રવિવારે મધ્યરાત્રિની આસપાસ તે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. જેના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. આ પ્રી-મોન્સુન સીઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પ્રથમ ચક્રવાત છે. ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ છે, જે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તથા રાહત અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.
IMD ની માહિતી અનુસાર, આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે. શનિવાર રાત સુધી તે વધુ તીવ્ર થીને એક ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લએશે. તે પશ્ચિમ બંગાળના સાગર અને બાંગ્લાદેશના ખેપુપારા ની વચ્ચે ટકરાશે.