બે પક્ષ વચ્ચે ભારે બબાલ, ભાજપના એક કાર્યકર્તાનું મોત, 7 ઘાયલ

લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા ૫.બંગાળના નંદીગ્રામમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના કાર્યકરો વચ્ચે અથડામણના અહેવાલ મળી રહ્યા છે. જેમાં ભાજપની એક મહિલા કાર્યકર મૃત્યુ પામી ચૂકી છે. આ અથડામણમાં ભાજપના 7 કાર્યકરો પણ ઘવાયા હતા.