આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાવાગઢ ખાતે માં કાલિકા માતાજીના મંદિરમાં પ્રથમવાર આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે. માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોએ રાષ્ટ્રગીત ગાયું હતું. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત ગાતા પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

આ સિવાય પ્રાચીન ધરોહર સમા મોઢેરા સૂર્યમંદિર ખાતે પણ 15મી ઑગષ્ટના રોજ આ વખતે પ્રથમવાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા આ આયોજન દરમિયાન પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર છે.
મહત્વનું છે કે અત્યાર સુધી સૂર્યમંદિર ખાતે વિશ્વ યોગ દિવસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ પહેલીવાર હશે જ્યારે અહીં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે.
આમ,આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જાણીતા યાત્રાધામમાં પણ આ વખતે આઝાદીનો જશ્ન જોવા મળી રહ્યો છે.