દિયોદરના કુવાતા ગામ પાસેથી ખેતરની ઓરડીમાં એક વ્યક્તિ ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે બનાસકાંઠા એસઓજી પોલીસે રેડ કરી ઓરડીમાંથી 8 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબટેન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એસઓજી પોલીસે દિયોદરના કુવાતા ગામ પાસેથી ખેતરની ઓરડીમાંથી ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં એસઓજી પોલીસને મળતી બાતમી હકીકતના આધારે પોલીસ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળેલી કે કુવાતા ગામની સીમ પાસે આવેલા ખેતરની ઓરડીમાં એક શખ્સ ગાંજો રાખી તેનું વેચાણ કરે છે. જેથી એસઓજી પોલીસે બાતમી હકીકતના આધારે કુવાતા ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં રેડ કરતા ઓરડીમાંથી 8.283 ગ્રામ જેટલું ગાંજો મળી આવ્યો હતો.
જેથી એસઓજી પોલીસે પોપટ વણકર સાથે હાજર મળી આવતા કુલ 82 હજાર 830 રૂપિયાનો ગાંજો કબજે કરી આરોપી વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબટેન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.