સુરતમાં ગભરામણથી 10 લોકોના મોત
સુરત.. હિટ વેવ.
સુરતમાં કાળઝાળ ગરમીથી ગભરામણને લીધે 10 લોકોના મોત નિપજ્યા છે. તમામ મૃતકો ગભરામણ થયા બાદ બેભાન થઈ ગયા હતા. એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે. સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીઓને દાખલ કરાયા છે.